મોરબી : આગામી તારીખ 10 એપ્રિલ ને ગુરુવારના રોજ મોરબી ખવાસ રજપુત સમાજ દ્વારા સંત શિરોમણી દેશળભગતનો 97મો નિર્માણ દિન સમારોહ યોજાશે. 10 એપ્રિલના રોજ મોરબીના ધરમપુર રોડ પર ઉમા ટાઉનશીપ સામે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સવારે 11:00 કલાકે કાર્યક્રમ યોજાશે.છેલ્લા 50થી વધુ વર્ષથી સંત શિરોમણી દેશળભગતની નિર્વાણ તિથિ મોરબી ખાતે આગવી પરંપરાથી ઉજવવામાં આવે છે. ત્યારે 10 એપ્રિલના રોજ યોજનાર આ સમારોહમાં ખવાસ રજપુત જ્ઞાતિના લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે