આયુ જીવન આયુર્વેદ દ્વારા આયોજિત કેમ્પમાં 0 થી 12 વર્ષના બાળકો અને ગર્ભવતી મહિલાઓને અપાશે વિનામૂલ્યે ટીપાંમોરબી : મોરબીમાં છેલ્લા 8 વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્રના પવિત્ર દિવસે આયુ જીવન આયુર્વેદ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેક બાળકોને આ અમૂલ્ય ટીપાં પીવડાવવામાં આવ્યા છે. આ શ્રેણીમાં આગામી તારીખ 21-5-2026, ગુરુવારના રોજ 94મા વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પની વિશેષતા એ છે કે વિશાળ જગ્યામાં યોજાતા આ કેમ્પમાં સમગ્ર ગુજરાતમાં એક જ સ્થળે સૌથી વધુ બાળકોને ફ્રીમાં ટીપાં પીવડાવવાનો રેકોર્ડ છે. દરેક કેમ્પમાં 1200 થી વધુ બાળકો લાભ લે છે. આ કેમ્પમાં 0 થી 12 વર્ષ સુધીના તમામ બાળકોની સાથે ગર્ભવતી મહિલાઓને પણ આ ટીપાં તદ્દન મફત પીવડાવવામાં આવે છે. સાથે જ અન્ય આયુર્વેદિક પ્રોડક્ટ્સ પણ અહીંથી મળી રહે છે.નવા આવનાર માટે વ્યવસ્થાજે લોકો પહેલી વખત આ કેમ્પમાં આવી રહ્યા છે, તેઓ સ્થળ પર જ સ્વયંસેવકોને જાણ કરી શકે છે. જેથી તેમને વોટ્સએપ ગ્રુપમાં જોડી દેવામાં આવશે અને દર મહિનાની તારીખ તથા સ્થળની માહિતી નિયમિત મળતી રહે.સુવર્ણપ્રાશનના ફાયદાસંપૂર્ણ આયુર્વેદિક હોવાથી આ ટીપાંની કોઈ આડઅસર થતી નથી. આ ટીપાં બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જેનાથી સીઝન બદલાતા આવતા તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવ થાય છે. પાચનતંત્ર અને યાદશક્તિમાં સુધારો થાય છે. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપી બને છે. બાળકના સ્વભાવમાં રહેલો ગુસ્સો તથા ચીડચીડીયાપણું ઓછું થાય છે. બાળકને તેજસ્વી અને ચપળ બનાવવાની સાથે નાનપણથી જ એન્ટિબાયોટિક દવાઓથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે.કેમ્પની માહિતીસ્થળ: સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી તથા પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબીતારીખ: 21-5-2026 (ગુરુવાર)સમય: સવારે 10 થી 1, સાંજે 4:30 થી 6:30 સુધી#Morbi #MorbiUpdate #Suvarnaprashan #Ayurveda #FreeHealthCamp #ChildCare #ImmunityBooster #MorbiNews #GujaratHealth