14 દિવસીય SSY શિબિરમાં મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન અપાશે મોરબી. ઋષિ સંસ્કૃતિ અને ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ 14 દિવસીય ધ્યાન શિબિરનું આગામી તારીખ 29-12-2024ને રવિવારથી સાંજે 7 થી 10 કલાક દરમ્યાન સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી ખાતે આયોજન કરાયું છે. મહત્વનું છે કે, આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે. માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત, વ્યસ્ત છે અને હમણાં હમણાં ઘણા નાના બાળકો, યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે. ત્યારે આ શિબિરમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ, સદા આંનદમાં રહેવાની કળા, સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ આપવામાં આવશે. SSYની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે. ત્યારે મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા પોતાનું જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા શિબિરમાં જોડાઈ, જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા માટે SSY શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જગતના લોકોએ પણ ભારતની ઋષિ પરંપરા એવા યોગનો સ્વીકાર કર્યો છે. આ 10 દિવસની શિબિર અને 4 દિવસ પ્રકૃતિની ગોદમાં એમ 14 દિવસીય શિબિરમાં જાણીતા યોગ ટીચર માર્ગદર્શન હેઠળ યોગ અને પ્રાણાયામ ખુબ જ વ્યવસ્થિત રીતે, સાયન્ટિફિક રીતે સિસ્ટમેટિક રીતે જ્ઞાન મેળવવા તેમજ સરળ અને સમૂહ જીવન જીવવામાં આનંદ, શારીરિક માનસિક તંદુરસ્તી, સંબંધોમાં સુમેળ સાધવા, નિર્ણય લેવાની આંતરિક સૂઝ, જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કરવા લોકોને SSYની શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું છે, શિબિરમાં જોડાવા માટે નવનીત કુંડારીયા મો.નં. 9825224898 ધ્રુવ દેત્રોજા મો.નં.9913111202 અને અંબરામ કવાડિયા મો.નં.9825263142 પર રજીસ્ટ્રેશન કરાવવા યાદીમાં જણાવાયું છે.