મોરબી : છેલ્લા આઠ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્ર પર મોરબીમાં સૌથી વધુ બાળકોને ટીપા પીવડાવ્યા બાદ આ વખતે પણ શુક્રવારે પુષ્યનક્ષત્ર પર આયુ જીવન આયુર્વેદ તથા શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ મોરબી દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તારીખ 25 જુલાઈ ને શુક્રવારે 83 મો વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે. સમગ્ર ગુજરાતમાં એક જ સ્થળે સૌથી વધુ બાળકોને ફ્રીમાં ટીપા પીવડાવવાનો રેકોર્ડ આ કેમ્પના નામે છે.આ કેમ્પ 25 જુલાઈ ને ગુરૂવારના રોજ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 સુધી મોરબીના શનાળા રોડ પર સ્વામિનારાયણ મંદિર ગેટવાળી શેરીમાં આવેલી સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી ખાતે યોજાશે. આ કેમ્પમાં જન્મ થી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા પ્રેગ્નન્ટ લેડીઝને આ ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે. વધુ માહિતી માટે રાજ પરમાર (આયુ જીવન આયુર્વેદ) મો.નં. 97226 66442 પર સંપર્ક કરવા જણાવાયું છે.