ન્યાઝ, સંદલ શરીફ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે મોરબી : આમરણ મુકામે હિન્દુ મુસ્લીમોની આસ્થાના પ્રતિક હઝરત દાવલશાહપીર વલી અલ્લાહનો ૫૨૯ મો ઉર્ષ મુબારકનો ભવ્ય કાર્યક્રમ તા. ૧૨/૬/૨૦૨૨ને રવિવાર અને ઈસલામી જીલ્કાદ તા. ૧૧ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ ઉર્ષમાં લાખોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉમટી પડશે. આગામી 12 જૂને રાત્રે 10 કલાકે દરગાહ શરીફ દ્વાર સંદલ ક્રીયા માટે બંધ કરવામાં આવશે અને 12 વાગ્યે દરવાજા જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે. ત્યારબાદ પહેલી ચાદર આમજનતા તરફથી ચડાવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો હાજરી આપશે તેમજ રાત્રીભર ન્યાઝ જસદણ વાયા તથા જામનગરના એરન્ડીયા પરીવાર તરફથી કરવામાં આવશે તેમજ દાવલશાહપીર દરગાહ શરીફનો કે ઉર્ષ શરીફનો ગામ કે બહારગામ ફંડ ફાળો કરવામાં આવતો નથી. આ સુફી સંત ઓલીયાએ દાવલશાહપીરે પાંચાબાપા ભડવારને આંખે દેખાતા ન હતા તેમને આંખો આપી ને દેખતાં કરેલ તેવા અનેક પરચા છે. તેમ હઝરત દાવલશાહપીર દરગાહ ટ્રસ્ટ તથા આમરણના પત્રકાર સબીરમીયા બાવામીયા બુખારી બાપુની યાદીમાં જણાવાયું છે. હિન્દુ મુસ્લીમોને અને આમજનતાને ઉર્ષ મુબારકમાં જોડાવવા જાહેર અનુરોધ કરાયો છે.