મોરબીઃ મોરબીની વાંચન પ્રિય જનતા માટે આવતીકાલે તારીખ 5 નવેમ્બર ને રવિવારના રોજ મોરબીના સરદારબાગ ખાતે 60મું પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે તારીખ 5 નવેમ્બરને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી 11-30 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર આવેલા સરદારબાગ ખાતે 60મું પુસ્તક પરબનું આયોજન કરાયું છે. મોરબીમાં આ 60મોં પુસ્તક પરબ કાર્યક્રમ યોજાશે. જેમાં 3 હજારથી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.