51 બટુકોએ જનોઈ ધારણ કરી, 3000 જેટલા લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધોમોરબી : મોરબીમાં સામાજિક કાર્યો માટે છેલ્લા 40 વર્ષથી કાર્યરત રઘુવંશી યુવક મંડળ દ્વારા 5મા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રઘુવંશી સમાજના દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને સમાજમાં એકતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં સંતો-મહંતોએ ખાસ હાજરી આપી હતી. ખમીદાણાવાળા જાનકીદાસજી મહારાજ અને ગિરનારી આશ્રમવાળા સાધ્વી હંસાગિરિ માતાજીએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને દિવ્ય બનાવ્યો હતો અને બટુકોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં કુલ 51 બટુકોએ જનોઈ ધારણ કરી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ ભવ્ય જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 3000 જેટલા લોકોએ એકસાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.રઘુવંશી યુવક મંડળના આગેવાનો દ્વારા સમાજને સંદેશ આપવામાં આવ્યો કે આજના મોંઘવારીના સમયમાં આવા સમૂહ આયોજનોમાં દરેક પરિવારે ભાગ લેવો જોઈએ. સમૂહ કાર્યક્રમોથી વ્યક્તિગત ખર્ચમાં ઘટાડો થાય છે અને ખર્ચને પહોંચી વળવામાં મદદ મળે છે. આવા આયોજનોથી સમાજમાં સંગઠન વધે છે અને એકતાના દર્શન થાય છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RaghuvanshiSamaj #SamuhYagnopavit #YagnopavitSanskar #GujaratNews