મોરબી :મોરબી જીલ્લાના માધ્યમિક શાળાઓના કર્મચારીઓની મંડળીની ૩૧મી વાર્ષિક સાધારણ સાધારણ સભા આજરોજ લજાઈ જોગ આશ્રમ મુકામે યોજવામાં આવેલ. જેમાં કાર્યક્રમના અધ્ય્ક્ષ સ્થાને મંડળીના પ્રમુખ લાલજીભાઈ કગથરા રહેલ, ઉપરાંત મુખ્ય મહેમાનોમાં રાજકોટ જીલ્લા સહકારી બેન્કના ડીરેકટરો અમુભાઈ વિડજા અને દલુભાઇ બોડા તથા બેન્ક મેનેજર કાલરીયા ઉપસ્થિત રહેલ. સાધારણ સભામાં ૧૨૫ થી વધુ સભાસદો હાજર રહ્યા હતા. દલુભાઇ અને અમુભાઈ એ સહકારી મંડળીઓના લાભ વિષે કર્મચારીઓને માહિતગાર કર્યા હતા, અને મંડળી દર વર્ષે પ્રગતિ કરે તેવી આશા વ્યકત કરેલ. લાલજીભાઈ 31વર્ષમાં મંડળી એ કરેલ પ્રગતિ વિષે દરેક સભ્યોને માહિતગાર કર્યા હતા. ગત વર્ષના વાર્ષિક અહેવાલનું વાંચન ભીખાલાલ ગામી એ કરેલ. કાર્યક્રમમાં કર્મચારીઓના સંતાનો કે જેઓએ માર્ચ ૨૦૨૨ ની બોર્ડની પરીક્ષામા શ્રેષ્ઠતમ સિદ્ધિ હાંસલ કરેલ તેઓનું શિલ્ડ, પ્રમાણપત્ર તથા ઇનામ અર્પણ કરી સન્માનિત કરેલ. તથા ગત વર્ષે નિવૃત થયેલ ૧૩ કર્મચારીઓનું શાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ. અંતે આભારવિધિ પ્રવીણભાઈ સરડવાએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજીવભાઈ જાવિયાએ કરેલ.