ગુરુ પૂજન, ધૂન, ભજન અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં સંતો-મહંતો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યામોરબી અપડેટ: (કેતન ભટ્ટી-વાંકાનેર): વાંકાનેરના પૌરાણિક રઘુનાથજી મંદિરના બ્રહ્મલીન મહંત છબીરામદાસજી મહારાજની 2જી વાર્ષિક પુણ્યતિથિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રઘુનાથજી મંદિર ખાતે ગુરુ પૂજન, ધૂન, ભજન અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો, મહંતો અને ભાવિકોએ હાજર રહીને પુણ્યતિથિની ધાર્મિક ઉજવણી કરી હતી.બ્રહ્મલીન મહંત છબીરામદાસજી મહારાજે અહીં પોતાના જીવનકાળ દરમિયાન ગૌસેવા, બ્રહ્મભોજન અને વિવિધ ધાર્મિક ઉત્સવો જેવી સેવાકીય અને ધર્મસભર પ્રવૃત્તિઓ કરી હતી. વાંકાનેરનું રઘુનાથજી મંદિર પૌરાણિક અને ધાર્મિક મહાત્મય ધરાવતું સ્થાન હોવાથી ભાવિકોનો મોટો સમુદાય તેની સાથે જોડાયેલો છે.આજરોજ છબીરામદાસજી મહારાજની 2જી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાવિકોએ મોટી સંખ્યામાં ઉમટી પડીને આ ભક્તિસભર ઉજવણીમાં ભાગ લીધો હતો અને દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.#Wankaner #RaghunathjiTemple #ChabiramdasjiMaharaj #ReligiousEvent #WankanerNews #MorbiUpdate