મોરબી : મોરબી જીલ્લાના નાની વાવડી ગામમાં મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 14/2/2024 ના 26 મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમુહ લગ્નોત્સવમાં જોડાવવા માટેના ફોર્મ તા. 1/11/2023 થી 15/1/2024 સુધી શ્રીજી હોલની નીચે, માર્કેટીંગ યાર્ડની બાજુમાં શનાળા રોડ ખાતે આવેલા જીલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલય ખાતે ભરવાના રહેશે. ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો આધાર/ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી ,અથવા જન્મ તારીખનો દાખલો ,આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા, વર કન્યાના માતા પિતા ના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિ નો સંપર્ક કરવાનો રહેશે. આ અંગેની વધુ માહિતી માટે પ્રમુખ ડો. મનુભાઈ કૈલા- 9825405076, ઉપપ્રમુખ મણીભાઈ સરડવા -9825695708, જયંતિભાઈ પડસુંબિયા -9825695827, મંત્રી જયંતિભાઈ વિડજા -9978921318 સહમંત્રી કમલેશભાઈ કૈલા- 9898656985, મગનભાઈ અધારા- 9825098079, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા-9427222510,જયેશભાઇ રંગપરિયા- 9879215000, જયંતિભાઈ શેરસિયા- 9825283287, સવજીભાઈ સુરાણી-9879310620,ચંદુભાઇ કુંડારીયા- 9925360244નો સંપર્ક કરવાનો રહેશે.