મોરબી : માળીયા-મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 24મો સમૂહ લગ્ન આગામી તા. 26/04/2020 ને રવિવારના રોજ સાંજે બિલિયા તા. મોરબી જી. મોરબી મુકામે યોજાશે. લગ્નમા જોડાવા માટેના ફોર્મ ભરવા માટે તારીખ 22/02/2020 થી 22/03/2020 સુધી શ્રીજી હોલની નીચે, માર્કેડ યાર્ડની બાજુમાં, સનાળા રોડ, મોરબી માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે. ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો ઓરીજનલ દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટી, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા, વર-કન્યાના માતા-પિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ દરેકની બે-બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે પ્રમુખ ડો. મનુભાઈ કૈલા 9825405076, ઉપપ્રમુખ મણીભાઈ સરડવા 9825695708, જ્યંતીભાઈ પડસુમિયાં 9825695827, મંત્રી જ્યંતીભાઈ વિડજા 9978921318, સહમંત્રી કમલેશભાઈ કૈલા 9898656985, મગનભાઈ અધારા 9825098079, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા 9427222510, વિનુભાઈ કૈલા 9925360345 નો સંપર્ક કરવાનો રહેશે.