મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની ૨૩મી સાધારણ સભા યોજાઈ હતી. જેમાં તમામ સભાસદોને સ્મૃતિભેટ આપવામાં આવી હતી. ૨૩ વર્ષથી સંસ્થા સાથે જોડાયેલ નિવૃત થયેલ ઉપપ્રમુખ મેઘજીભાઈ મારવાણીયાને વિદાયમાન આપવામાં આવ્યું હતું.આ તકે આર.ડી.સી. બેંકના મેનેજર અતુલભાઈ કાલરીયા અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. આ સાધારણ સભામાં પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ હાજરી આપી મંડળીની પ્રવૃત્તિને બિરદાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ કલ્પેશભાઈ મસોત, મંત્રી જયેશભાઈ બાવરવા તથા વ્યવસ્થાપક સમિતિના તમામ હોદ્દેદારોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંડળીના સભ્ય હોય તેવા દરેક શિક્ષકને આઠ લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે અને તેનું પ્રીમીયમ મંડળી દ્વારા ભરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ શિક્ષકનું ચાલુ નોકરી દરમ્યાન અવસાન થાય તો મંડળી દ્વારા રૂપિયા એક લાખની સહાય આપવામાં આવે છે. આ રીતે શિક્ષકોની શિક્ષકો માટે અને શિક્ષકો દ્વારા ચાલતી મંડળી શિક્ષકો માટે અનેકવીધ કલ્યાણકારી પ્રવૃતિઓ કરે છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news