૪૬ યુગલો પ્રભુતામાં પગલાં પાડશે : રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન હળવદ : શ્રી માળીયા-મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિ મોરબી દ્વારા ૨૨માં સમૂહ લગ્નોત્સવનું આયોજન હળવદ તાલુકાના જુના દેવળીયા ખાતે કરવામાં આવ્યું છે. અખાત્રીજના દિવસે તારીખ ૭/૫/૨૦૧૯ને મંગળવારે સાંજે ૦૬:૦૦ કલાકે જાન આગમન, ૦૭:૪૫ કલાકે હસ્તમેળાપ, ૦૭:૩૦ કલાકથી ભોજન સમારંભ તેમજ રાત્રે ૧૦:૦૦ કલાકે કન્યા વિદાય સહિતના કાર્યક્રમો દરમ્યાન સાંજે ૦૫:૦૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ મોરબી સંચાલિત સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પમાં સમાજના યુવાનો રક્તદાન કરશે. સમાજની ૪૬ દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે ત્યારે દાતાઓ તરફથી કુલ 52 વસ્તુઓ કન્યાદાન સાથે ભેટ સ્વરૂપ આપવામાં આવનાર છે. ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ પ્રસંગમાં શ્રી નકલંક મંદિર બગથળાના મહંત શ્રી દામજી ભગત નવદંપતિઓને આશીર્વચન પાઠવશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news [caption id='attachment_53593' align='aligncenter' width='2479'] 22mo samuh lagna2019-04-25 12.59.35[/caption]