અનાજની કીટનું વિતરણ, 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનું સન્માન કરાયું મોરબી : મોરબીમાં ઉમિયા માતાજીના 17માં પાટોત્સવની સરકારની કોવિડની ગાઈડલાઇન મુજબ એકદમ સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહંત ભાવેશ્ર્વરી બહેનના સાનિધ્યમાં રામધન આશ્રમના સ્વયં સેવકો દ્વારા આ પાટીત્સવની કોવિડની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી હતી. ઉમિયા માતાજીના 17માં પાટોત્સવ નિમિતે શાંતિજ્ઞનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સાથેસાથે મહાઆરતી કરવામાં આવી હતી અને જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની કોરોના મહામારીમાં સેવાને બિરદાવીને કર્મચારીઓનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોને સફળ બનાવવા રામધન આશ્રમના સ્વયં સેવકો સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું હતું.