નેજા આરોહણ, વરઘોડો અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશેમોરબી : મોરબીના ગુંગણ ગામે જય અલખધણી રામામંડળ તથા સમસ્ત ગુંગણ ગામના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 15/07/2026 અને 16/07/2026ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.તા. 15/07/2026 ના રોજ રાત્રે 9:00 કલાકે ભવ્ય રામામંડળ યોજાશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 16/07/2026 ના રોજ સવારે 9:00 કલાકે રામાપીરનો વરઘોડો નીકળશે. સવારે 12:00 કલાકે નેજા ચડાવવાનો સમય અને બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળમાં જાણીતા કલાકાર યોગેશ ગૌસ્વામી, નિકુલભાઇ પરેચા, ગોવિંદભાઈ, વિજયભાઈ અને એક્સ ભાઈ રાજકોટવાળા પોતાની કલાના કામણ પાથરશે. આ સમગ્ર કાર્યક્રમ ગોગા સાઉન્ડના સથવારે યોજાવા જઈ રહ્યો છે.#Gungan #Ramamandal #JaiRamapir #ReligiousEvent #MorbiUpdate #MorbiNews #Gujarat #CulturalEvent