મોરબી : મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા ઓપન મોરબી ગરબા હરિફાઇનું આયોજન કરવામાં આવનાર છે. ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા ઓપન મોરબી ગરબા હરીફાઈનું આયોજન કરેલ છે. જેમાં 5 વર્ષથી 15 વર્ષ સુધીની દિકરીઓ ભાગ લઈ શકશે. પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનારને યોગ્ય ઈનામો તથા ભાગ લેનાર તમામ ખેલૈયાઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે. પ્રોત્સાહન ઈનામ ધીરૂભાઈ સુરેલીયા તરફથી આપવામાં આવશે. સ્પર્ધામાં એન્ટ્રી ફી રૂ. 50 ભરવાની રહેશે. એન્ટ્રી તા. 5થી 10 ઑક્ટોબર સુધીમાં નોંધાવી શકાશે. એન્ટ્રી માટે વંદનાબેન જોષી (81286 38380), ધર્મિષ્ઠાબેન વ્યાસ (99784 81290), ભાવેશભાઈ દોશી (94269 42449), હર્ષદભાઈ ગામી (98988 86585) નો સંપર્ક કરવાનો રહેશે. ગરબા હરીફાઈ તા. 15ને દસેરાના રોજ બપોરે 4થી સાંજે 7 વાગ્યા સુધી યોજાશે. હરિફાઈમાં ભાગ લેનારે તા. 14 ના રોજ પોતાનું તથા સાથે આવનાર એક વ્યક્તિનું એન્ટ્રી કાર્ડ જેમની પાસે નામ લખાવે તેમની પાસે મેળવી લેવાનું રહેશે. સ્પર્ધાનું સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે. કાર્યક્રમ દરમ્યાન છેલ્લો રાઉન્ડ પરિવાર માટે રાખેલ છે. અને તેમાં પણ ઇનમો આપવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..