હિન્દૂ જાગરણ મંચે દિવાળીના ઉજાસને દીપાવ્યો મોરબી : દીપોત્સવી પર્વનો શુભારંભ થયો છે.ત્યારે મોરબીમાં હિન્દૂ જાગરણ મંચ દ્વારા દિવાળીના દીપ પ્રગટાવીને દિવાળી પર્વને વેલકમ કરવામાં આવ્યું હતું.જેમાં મચ્છુ માતાજીના મંદિરે 1111 દિવડાની મહાઆરતી કરવામાં આવી હતી અને દિવાળીના પર્વને આવકાર્યું હતું. મોરબીમાં હિન્દૂ જાગરણ મંચ દ્વારા આજે રાત્રે દિવાળી મહોત્સવના પ્રારંભે શહેરના દરબારગઢ પાસે નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર ખાતે 1111 દિવડાની મહાઆરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હિન્દૂ જાગરણ મંચના અંગરનીઓ નેહાબેન ચાવડા હિતેન્દ્રસિંહ ઝાલા,અજયભાઈ ગાંડું ભાઈ ભરવાડ,નીલેશભાઈ પારેખ સ્થાનિક જુહીબેન પરમાર,અને સ્થાનિક લોકોનો સહયોગથી 1111 દિવડાની આરતી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અને દિવાળી પર્વને વેલકમ કરવામાં આવ્યું હતું. અંધકારને દૂર કરી તેજોમય દીપ પ્રગટાવાનું પર્વ એટલે દીપોત્સવી. દિવાળીના તહેવારો ઘરે ઘરે દીપ પ્રગટાવાનું ભારે મહત્વ છે. આ દિવાળીના દીપ પ્રગટાવીને જીવનમાંથી દુગુણો રૂપી અંધકારને દૂર કરવાનો પણ ખાસ મહિમા છે.તેથી આજે દિવાળીના પ્રારંભે આ રીતે દિવાળીના દીપ પ્રગટાવીને લોકોના જીવનમાંથી દુગુણો રૂપી અંધકાર દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.