મોરબી : શ્રી રામ નવમીના ઉત્સવના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ - દુર્ગા વાહીની તથા બધા આયામો દ્વારા મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડના જવાબદાર વયકિતઓ દ્વારા 10 દિવસ સુધી તા 13-4-24 થી 23-4-24 હનુમાન જયંતિ સુધી મોરબી શહેરના અલગ અલગ વિસ્તારના મંદિરમાં રામોત્સવ ઉજવાઈ રહ્યો છે.જેમાં મોરબીના આસપાસના મંદિર ખાતે મહાઆરતી તેમજ ત્યાંના લોકો સાથે પરિચય તથા સત્સંગના કાર્યક્રમ ચાલી રહ્યા છે. ઉપસ્થિત ભક્તોને વિહીપ વિશેની માહિતી આપી તથા લોકોને પરિષદ તથા પરિષદના કાર્યોમા સહભાગી થવા પ્રેરણા આપવામાં આવી રહી છે.વધુમાં મોરબીમાં વિહીપ અને બજરંગદળના તમામ કાર્યકર, બંધુ-ભગીની સહિત સર્વ સનાતની હિંદુ સંગઠન દ્વારા ૧૭ તારીખે એટલે કે આવતીકાલે રામ ભગવાનની ભવ્ય અને દિવ્ય વિજય યાત્રા નીકળવા જઈ રહી છે. એમા બહોળી સંખ્યામાં જોડાય સાથે મોરબીના તમામ હિંદુ સનાતની ભાઈઓ-બહેનો પણ જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.