આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમે હળવદના સુંદરી ભવાની ગામ પાસેથી દારૂ ભરેલ ટ્રક સાથે એકને દબોચી લીધો થર્ટી ફસ્ટની ઉજવણી માટે બુટલરગરો દારૂની રેલમછેલ કરવા સક્રિય થયા હોવાથી પોલીસે પણ દારૂની બદીને કડક હાથે ડામી દેવા કડક કાર્યવાહી હાથ ધરી છે.જેમાં રાજકોટ આર આર સેલની ટીમે મોરબી જીલ્લાના સંદરીભવાની ગામ પાસેથી રૂ .1.15 લાખનોઇગ્લીશદારૂ ભેરલા ટ્રક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.બોટલ નંગ – ૫૪૫ કિ.રૂ.૧,૧૫,૫૦૦/ તથા ટ્રક મળીકુલ રૂ.૧૧,૧૫,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં 31st ની ઉજવણી થનાર હોય જે અન્વયે રેન્જ આઈ જી સંદીપ સિંહે આર.આર.સેલના પી.એસ.આઈ..એમ.પી.વાળા તથા તેમની ટીમને કડક વાહન ચેકીંગ કરવા જણાવેલ જે અન્વયે સેલની ટીમને મળેલ વધુ એક સફળતા મળી હતી.જેમાં આર.આર.સેલના એમ.પી.વાળા ને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી જીલ્લાના સુંદરીભવાની ગામનો રહીશ જગદીશ ઇંગ્લીશ દારુનો જથ્થો મંગાવી વેચાણ કરે છે જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ સ્ટાફના રામભાઇ મંઢ, રસીકભાઇ પટેલ, સુરેશભાઇ હુંબલ નાઓને મોકલી ચેક કરાવતા હકીકત વાળી જગ્યાએથી આરોપી જગદીશ ઉર્ફે જગો રતીલાલ મારૂ રે.સુંદરીભવાની તા.હળવદ જી.મોરબી વાળાના કબ્જા ભોગવટામાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની બોટલ નંગ નંગ-૫૪૫ જેની કિ.રૂ.૧,૧૫,૫૦૦/- તથા ટ્રક નં. આરજે-૧૬-જીએ-૦૩૫૬ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૧,૧૫,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ આરોપી આરોપી જગદીશ ઉર્ફે જગો રતીલાલ મારૂ રે.સુંદરીભવાની તા.હળવદ જી.મોરબી વાળાને ધોરણસર અટક કરી હતી .અને ટ્રક માલીક તથા ઇંગલીશ દારુ મંગાવી આપનાર મહેશભાઇ બાબુભાઇ ભડાણીયા રે.સોલડી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા તમામ વિરુધ્ધ ફરિયાદ પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.