8 લાખ વાંચકો ધરાવતું ગુજરાતનું પ્રથમ નંબરનું જિલ્લા કક્ષાનું ન્યુઝ નેટવર્ક : આ પ્લેટફોર્મમાં ન માત્ર સમાચારો પણ તેની સાથે જાણવા જેવી બાબતો અને પોઝિટિવિટી પણ પીરસાય છે : 8 વર્ષ સુધીમાં મોરબીવાસીઓએ વિશ્વાસ મૂકીને જે રીતે સહકાર આપ્યો છે તે બદલ દિલથી ધન્યવાદમોરબી : સોશિયલ મીડિયાના યુગની શરૂઆત સમયે 8 વર્ષ પહેલાં 'મોરબી અપડેટ'ના બીજ રોપાયા હતા. આજે એ બીજ વટ વૃક્ષ બની ગયું છે. આજે મોરબીવાસીઓનું માનીતું 'મોરબી અપડેટ' 9માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. આજે 'મોરબી અપડેટ' 8 લાખ દૈનિક વાંચકો ધરાવે છે. જે 'મોરબી અપડેટ'ની વિશ્વાસનિયતા અને વાંચકોએ આપેલા સહકારથી શક્ય બન્યું છે. સતત કઈક નવું કરવા માટે પ્રયત્નશીલ અને પરિવર્તનને સહર્ષ સ્વીકારતા એવા મોરબીના સિનિયર પત્રકાર દિલીપભાઈ બરાસરાએ તેના આગવા વિઝન સાથે આજથી 8 વર્ષ પૂર્વે 24 એપ્રિલ 2017ના રોજ 'મોરબી અપડેટ'ની સ્થાપના કરી હતી. તેઓનું એક જ વિઝન હતું કે મોરબીવાસીઓને કોઈ પણ સમાચાર માટે બીજા દિવસની રાહ ન જોવી પડે. જે ઘટનાઓ ઘટે છે તેની પળેપળની જાણકારી લોકોને પોતાના મોબાઈલમાં તુરંત જ મળી રહે. આમ માત્ર મોરબીને કઈક આપવાના હેતુથી 'મોરબી અપડેટ' શરૂ થયું હતું. દરેક કુદરતી આપદાઓ કે જ્યારે લોકોને એક સમાચાર માધ્યમની સૌથી વધુ જરૂર હોય છે. ત્યારે લોકોની અપેક્ષા મુજબ 'મોરબી અપડેટ' ખરૂ ઉતરતું ગયું. સમય એવો આવ્યો કે 'મોરબી અપડેટ'ની ટિમનું પણ મોટાપાયે વિસ્તરણ કરવું પડ્યું. વિશાળ ટિમ અને સતત કઈક નવું જાણવા ઇચ્છુક મોરબીવાસીઓ જેવા વાંચકો, પછી તો બીજું શું ઘટે ? 'મોરબી અપડેટ' પ્રજાના પ્રશ્નોને વાચા અને દરેક સમાચારને સચોટ રીતે રજૂ કરતું ગયું અને વાચકોનો અનહદ પ્રેમ મળતો ગયો. જોતજોતામાં માત્ર 8 વર્ષના ટૂંકા ગાળામાં 'મોરબી અપડેટ'ના દૈનિક વાંચકોનો પરિવાર 8 લાખની સંખ્યાને વટાવી ગયો. અત્યારે પત્રકારત્વની દુનિયામાં બેદાગ રહીને લોકોને સત્ય પીરસવું અને ટકી રહેવું લોઢાના ચણા ચાવવા જેવું છે. પણ 'મોરબી અપડેટે' આ કામ કરી બતાવ્યું છે. મીડિયા કોઈ વ્યક્તિગત રીતે ઉપયોગમાં લેવાનો પાવર નથી, પણ એક મોટી જવાબદારી છે. આ ચીલા ઉપર 'મોરબી અપડેટ' સતત ચાલતું આવ્યું છે. આ માધ્યમ મોરબીવાસીઓનું અને મોરબીવાસીઓ માટેનું છે અને રહેશે. બીજી ખુશીની વાત એ છે કે અનેક ધંધા - રોજગારો માટે પણ 'મોરબી અપડેટ' ખૂબ મહત્વનું માધ્યમ બન્યું છે. ખૂબ મોટી ટિમ ચલાવવા માટે જાહેરાત જરૂરી છે. મોરબીના વાંચકોએ 'મોરબી અપડેટ'ના સમાચારો તેમજ લેખોને વાંચીને તો ખૂબ સહયોગ આપ્યો છે. પણ સાથોસાથ 'મોરબી અપડેટ'ની જાહેરાતોમાં પણ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. જેથી 'મોરબી અપડેટ'માં જાહેરાતો અનેક ધંધા-રોજગારે ગતિ મેળવી છે. અંતમાં 'મોરબી અપડેટ' દરેક વાંચકોને બાહેંધરી આપે છે કે કાયમ આવી જ રીતે સમાચારો, સારી જાણવા જેવી બાબતો અને પોઝિટિવિટી સતત પહોચાડતું રહેશે અને ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને વાંચકોને વધુ રસ પડે તે રીતે તમામ માહિતીઓ રજૂ કરતું રહેશે. ફરી એક વાર તમામ મોરબીવાસીઓનો દિલથી આભાર.....________________________વેબસાઇટ : morbiupdate.com ઉપર રોજની દોઢ લાખથી વધુ કલિક (www.morbiupdate.com)________________________એન્ડ્રોઇડ એપ્લિકેશન : Morbi Updateની એપ્લિકેશન 4.5 લાખથી વધુ લોકોએ ઇન્સ્ટોલ કરેલી છે.(play.google.com/store/apps/details?id=com.morbiupdate.news)________________________ફેસબુક પેજ : Morbi Update ના ફેસબુક પેજના 4.5 લાખથી વધુ ફોલોઅર્સ.(www.facebook.com/share/16QwTaLaKe/)________________________ઈન્સ્ટાગ્રામ : Morbi Update ના ઈન્સ્ટાગ્રામમાં 1.75 લાખથી વધુ ફોલોઅર્સ.(www.instagram.com/morbiupdate?igsh=MWVqMTNyeGJrZWxqYg==)________________________યુટ્યુબ : Morbi Update ની યૂટ્યુબ ચેનલના 1 લાખથી વધુ સબસ્ક્રાઈબર(youtube.com/@morbiupdate?si=PUS9ywb0KQeTceF9)________________________વોટ્સએપ : 300થી વધુ વોટ્સએપ ગ્રુપ (જેમાં 1.50 લાખથી વધુ લોકો સ્વેચ્છાએ જોડાયેલા છે) (ગ્રુપની લિંક મેળવવા માટે 9537676276 ઉપર વોટ્સએપમાં Hi લખીને મોકલો)________________________આ ઉપરાંત X (ટિવટર), Threads, ટેલીગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર @morbiupdate સાથે મોટી સંખ્યામાં વાચકો જોડાયેલા છે.-ટીમ મોરબી અપડેટ________________________