ટંકારા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૫૯ અને ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની ત્રણ બેઠક માટે ૧૫ ફોર્મ ઉપડી ગયા ટંકારા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થવાની સાથે જ ટંકારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચુંટણી લડવા ઉમેદવારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે આજે ઉમેદવારીપત્ર વિતરણના પ્રથમ દિવસે તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે કુલ ૫૯ અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ૧૫ ફોર્મ ઉપડ્યા હતા. આગામી તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ટંકારા તાલુકા પંચાયતની ૧૬ બેઠક અને ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ઉમેદવારી પત્રો આપવાનું શરૂ થતાં જ રાજકીય પક્ષો અને ચપોચપ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. આજે ઉમેદવારી પત્રો વિતરણનો શુભારંભ થતાંની સાથે જ ટંકારા તાલુકાની ૧૬ બેઠકો માટે કુલ ૫૯ ફોર્મ ઉપડયા હતા જ્યારે ટંકારા તાલુકા હેઠળ આવતી જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા કુલ ૧૫ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા.જો કે આજના દિવસે એક પણ ઉમેડવારીપત્ર ભરાઈ ને પરત આવ્યું નથી.