મૂળ ધ્રાફા અને હાલ મોરબી લાલપરમા રહેતા ગેંગ લીડરની ત્રિપુટીએ હોલસેલમાં બાઈક ચોરીને અંજામ આપ્યો મોરબી : મોરબી શહેર - જિલ્લામાંથી ચોરાયેલા બાઈકની ચોરીનો ભેદ થાન પોલીસે ઉકેલી નાખી મૂળ જામજોધપુરના ધ્રાફાના વતની અને હાલ લાલપરમાં રહેતા ગેંગ લીડર સહિત ત્રણને ઝડપી લીધા છે. આ બાઇકચોર ત્રિપુટીએ આરોપીઓએ 16 બાઈક ચોરી કર્યાની કબુલાત આપી છે. થાન પોલીસે ત્રણ શખ્સ ચોરીના વાહન સાથે ફરી રહ્યા હોય તેવી બાતમીને આધારે થાનગઢ પોલીસે રૂપાવટી ચોકડીએ વોચ ગોઠવી હતી. જ્યાંથી શંકાસ્પદ ત્રણ શખ્સ બાઇક લઇ પસાર થતા અટકાવી પૂછપરછ હાથ ધરી હતી.જેમાં બાઇકના કાગળ સહિત ચેકીંગ માટે માંગતા ન આપી શકતા વધુ પૂછપરછમાં ચોરીના હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે વિકાસ ઉર્ફે વિકો ભરતભાઇ પનારા રહે.રૂપાવટી રોડ થાન, ગૌતમભાઇ ઉર્ફે ગવો ટપુભાઇ ડાભી રહે.લાલપર, મોરબી, મૂળ રહે.રૂપાવટી રોડ થાન, અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી 17 બાઇક કિંમત રૂ.4,46,000 જપ્ત કરાયા હતા. આ બાઇક તેઓએ 1 થાનમાંથી અને 16 મોરબીના જુદા-જુદા વિસ્તારમાંથી ચોર્યાનું કબુલ્યુ છે. પુછપરછમાં વધુ એક મોરબીના શખ્સ રાકેશભાઇ ઉર્ફે ભીમનું નામ ખુલતા પોલીસે આ શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..