મોરબી : મોરબીમાં આશાપુરા ગરબી મંડળ આયોજિત ગરબીમાં બાળાઓને સ્ટીલની થાળી-વાટકાનો સેટ તથા જાકરીયાની લ્હાણી કરવામાં આવી હતી. મોરબીમાં મુનનગર શેરી નં. 2માં આવેલ આશાપુરા સોસાયટીમાં આશાપુરા ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવેનવ દિવસ સુધી બાળાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવીને જગત જનની જગદંબાની ભક્તિભાવથી આરાધના કરી હતી. ત્યારે આજે શરદપૂર્ણિમાના દિવસે હંસરાજભાઈ જેઠાભાઈ હડિયલ પરિવાર તરફથી સ્ટીલની થાળી-વાટકાનો સેટ તથા આશાપુરા મિત્ર મંડળ તરફથી ગરમ જાકરીયાની આશાપુરા ગરબી મંડળની બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ હિતેશ સતવારાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..