મોરબી : મોરબી પીડિયાટ્રિક એસોશિએશન દ્વારા આજે થેલેસેમિયાના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ થેલેસેમિયાની બિમારીવાળા બાળકોની સંપૂર્ણ તપાસ કરીને દવાઓની માહિતી આપવામાં આવી હતી. અસોશિએશન ઓફ પીડિયાટ્રીશીયન,મોરબી અને જસલોક હોસ્પિટલ,મુંબઈના સહયોગથી થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પનું આયોજન આજ રોજ IMA હોલ, નીલકંઠ વિદ્યાલયની સામે, રવાપર રોડ,મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં થેલેસેમિયાની બિમારીવાળા બાળકોની સંપૂર્ણ તપાસ કરીને દવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત થેલેસેમિયાની નવી સારવારના વિકલ્પો જેમ કે,બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને જીન થેરાપી વિષે માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં જસલોક હોસ્પિટલ,મુંબઈના ડૉ.ચિંતન વ્યાસ સેવા આપી હતી.તેઓ બાળકોની લોહીની બીમારી તથા કેન્સરના નિષ્ણાત છે તેમજ ગુજરાતનાં પ્રથમ અને એકમાત્ર બાળકોના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત છે.