મહિલાઓ દ્વારા ચક્કાજામ કર્યા બાદ ઠાકોર સમાજના આગેવાનોએ પોલીસ મથકે પહોંચીને કરી રજુઆતહળવદ : હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે ગઈકાલે એક દર્દનાક અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં એક બુલેટ ચાલક રોમિયોએ 4 દીકરીઓને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 1 દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 દીકરીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવા ઠાકોર સમાજે માંગ ઉઠાવી છે. આ ઘટનાને પગલે આજે જુના દેવળિયા ગામની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને ચરડવા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. મહિલાઓએ આશરે 2 કલાક સુધી રોડ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓની માંગ છે કે અકસ્માત સર્જનાર આરોપીઓ સામે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ આ ઘટનાને લઈને ચુવાળિયા ઠાકોર સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે ચુવાળિયા ઠાકોર સમાજના પ્રમુખ યોગેશભાઈ અગેચણીયા , પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા સહિત ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો પીડિત પરિવારના સભ્યો સાથે હળવદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.પોલીસ સ્ટેશને પહોંચેલા આગેવાનો અને પીડિત પરિવારે હળવદ પોલીસ મથકના પીઆઈને આ અંગે રજૂઆત કરી હતી. તેમણે માંગ કરી હતી કે અકસ્માત સર્જી દીકરીનો જીવ લેનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગુનો દાખલ કરી યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવે.#Halvad #Morbi #Accident #JunaDevadiya #Protest #ChakkaJam #ThakorSamaj #MorbiUpdate #CrimeNews #Gujarat