જિલ્લામાં 265 દર્દીઓ સાજા થયા : 5 તાલુકાના મથકોમાં 84 કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં 41 કેસ મોરબી : મોરબી જિલ્લામાં આજે જાહેર રજાનો દિવસ હોય, ટેસ્ટ ઘટતા કેસ પણ ઘટ્યા છે. આજે કોરોનાના નવા 125 કેસ જ નોંધાયા છે. સામે સારા સમાચાર પણ આવ્યા છે જિલ્લાના 285 દર્દીઓએ આજે કોરોનાને હરાવ્યો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1014 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 125 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 5 તાલુકા મથકોમાં 84 કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંક ઘટીને 1577 થયો છે. 26 જાન્યુઆરી, બુધવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 24 મોરબી શહેર : 79 વાંકાનેર ગ્રામ્ય : 04 વાંકાનેર શહેર : 02 હળવદ ગ્રામ્ય : 05 હળવદ શહેર : 03 ટંકારા ગ્રામ્ય : 05 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 03 માળિયા શહેર : 00 કુલ : 125 26 જાન્યુઆરી, બુધવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 210 વાંકાનેર તાલુકા : 18 હળવદ તાલુકા : 14 ટંકારા તાલુકા : 15 માળિયા તાલુકા : 08 કુલ ડિસ્ચાર્જ : 285