વાંકાનેર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ પર્યટકોના મોત થતાં દેશભમાં આતંકવાદીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. જેને લઈને આવતીકાલે તારીખ 26 એપ્રિલ ને શનિવારે સાંજે 6 થી 7 કલાકે વાંકાનેરના જકાતનાકા પાસે હિંદુ સંગઠનો દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવશે.વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવતીકાલે 26 એપ્રિલના રોજ વાંકાનેર કાતે હાઈવે જકાતનાકા પાસે મહાવીર આઈસ્ક્રીમ પાસે આંતકવાદીઓના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજાશે. આ તકે સર્વે સનાતની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનોને જોડાવવા અપીલ કરવામાં આવી છે.