લક્ષ્મીનારાયણ મંદિર અને બાલકૃષ્ણ લાલજીની હવેલી પાસેના બંધ મકાનોને નિશાન બનાવાયા: 1 મકાનમાંથી ચાંદી અને રોકડની ચોરી, અન્ય 3 મકાનમાં તસ્કરોને ખાલી હાથે ફરવું પડ્યુંટંકારા (મોરબી અપડેટ) : ટંકારા શહેરમાં સુરક્ષા અને સલામતીની સ્થિતિ સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરતી ઘટના સામે આવી છે. સમગ્ર શહેરમાં જ્યાં પોલીસ મથક આવેલું છે અને ડી-સ્ટાફ, થાણા અધિકારી, હોમગાર્ડ તેમજ જી.આર.ડી. (GRD) જેવી વિવિધ સુરક્ષા એજન્સીઓનો ચુસ્ત બંદોબસ્ત હોવાનો દાવો કરવામાં આવે છે, તે જ શહેરમાં તસ્કરોએ કાયદાના રક્ષકોને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ટંકારામાં એક જ રાતમાં એકસાથે 4 મકાનોને નિશાચરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.પૂર્વ આયોજિત કાવતરુંતસ્કરોએ પૂર્વ આયોજિત પ્લાન મુજબ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, લક્ષ્મીનારાયણ મંદિર પાસે આવેલા 2 બંધ મકાનોના તાળા તોડી નિશાચરોએ ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, ડેરી નાકા પાસે આવેલ બાલકૃષ્ણ લાલજી મહારાજની હવેલી સામેનું 1 મકાન તથા તેની નજીક આવેલું અન્ય 1 મકાન પણ તસ્કરોનો ભોગ બન્યું હતું.3 મકાનમાં તસ્કરોને નિરાશા મળીઆ ચોરીના બનાવમાં તસ્કરોને 1 મકાનમાંથી ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં સફળતા મળી હતી. જ્યારે બાકીના 3 મકાનોમાં ખાંખાખોળા કરવા છતાં કોઈ કિંમતી સામાન ન મળતા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું હતું. ચોરીનો ભોગ બનેલા મકાનમાલિકો પૈકી 2 મકાનમાલિકો રાજકોટ અને 1 મોરબી ખાતે રહે છે, જેમને ઘટના અંગે જાણ કરતા તેઓ તાત્કાલિક ટંકારા પહોંચ્યા હતા.સુરક્ષા સામે ઉઠતા સવાલોજે શહેરમાં નાઇટ પેટ્રોલીંગના દાવા કરવામાં આવે છે, ત્યાં જ એકસાથે 4 મકાનોના તાળા તૂટતા સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ બેલડી નિશાચરો બાઈક પર આવીને ચોરીને અંજામ આપી અંધારામાં ઓગળી ગયા હતા.#Tankara #TankaraNews #MorbiUpdate #CrimeNews #Theft #GujaratPolice #NightPatrolling #MorbiNews #TankaraCrime