બાઇક ઉપરથી નીકળતા અનેક લોકોના પગે જ સીધા બચકા ભરી લીધાhttps://youtube.com/shorts/5C6bBKkLbcA?si=bDdPU83blVQGlrS9મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગર વિસ્તારમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. અંદાજે 14 જેટલા લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર વિસ્તારમાં રામ ઓર શ્યામનગરમાં બપોરના સમયે એક વ્યક્તિ બાઇક ઉપર જઈ રહ્યા હતા તે વેળાએ હડકાયું શ્વાન તેના પગે બચકું ભરી લીધું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. આ મામલે સ્થાનિક વિરલભાઇએ જણાવ્યું કે આ હડકાયા શ્વાને અંદાજે 14 લોકોને બચકા ભરી લીધા છે. જે લોકો બાઇકમાં નીકળે છે તેની પાછળ પડી જાય છે અને પગમાં બચકું ભરી લ્યે છે. આ શ્વાને એક બાઇક ચાલકના પગની પેનીમાં તો ખૂબ ખરાબ રીતે ગંભીર ઇજા પહોંચાડી છે.