ટંકારા : ઠંડીના ચમકારા સાથે જ નિશાચરો સક્રિય બન્યા છે. ઠંડીને કારણે લોકો ઢબુરાઈને નિંદ્રાધીન થઈ જતા હોય એવા સમયનો ગેરલાભ ઉઠાવતા હોય એમ ગત રાત્રે ટંકારામાં નિશાચરોએ બે દુકાનોમાં હાથફેરો કરી ઇલેક્ટ્રોનિક સાધનોનું નુકશાન કર્યું હતું. ગત રાત્રીએ ટંકારામાં લતીપર ચોકડીથી આગળ આવેલા એક ગેરેજ અને એક દુકાનને નિશાને બનાવી હતી. જેમાં હાથ લાગેલી રોકડ રકમ ઉસેટી ગયા હતા. જ્યારે ગેરેજમાં રહેલા બે કોમ્પ્યુટર તેમજ સીસીટીવી કેમેરા ખૂન્સપૂર્વક તોડી પાડી તસ્કરો નાસી છૂટ્યા હતા. જતા જતા તસ્કરો એક મોટરસાયકલ પણ હંકારી ગયા હતા. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા ના લતીપર ચોકડી ની ભાગોળે આવેલી ગેરેજ અને એક ઓફીસ ને ગત રાત્રી ના તસ્કરો એ નિશાન બનાવી હતી અને સટર ઉચા કરી રોકડ રકમ હાથે લાગી તે લઈને અંધારામાં ઓગળી ગયા હતા. શટર ઉંચકાવીને દુકાન-ગેરેજમાં પ્રવેશેલા તસ્કરોને ઝડપી પાડવા હાલ ટંકારા પોલીસે ધટના સ્થળે દોડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.