પુલના કામને પગલે રોજિંદી હાલાકી: પુલનું કામ સત્વરે પૂર્ણ કરવા લોકમાંગ મોરબી અપડેટ : મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે. વિકાસના કામો લોકો માટે સુવિધાના બદલે દુવિધા બની રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ખાસ કરીને મોરબીની ITI થી લઈને મહેન્દ્રનગર ચાર રસ્તા સુધી દરરોજ ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહનચાલકો તોબા પોકારી ગયા છે.આજે ITI થી લઈને મહેન્દ્રનગર ચાર રસ્તા સુધી રોડની એક તરફ ડમ્પર અને ટ્રક જેવા ભારે વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થાનિક લોકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, આ ટ્રાફિક જામ પાછળનું મુખ્ય કારણ અહીં લાંબા સમયથી ચાલી રહેલું પુલનું કામ છે. પુલની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીના કારણે રોજેરોજ આટલો ભારે ટ્રાફિક રહે છે અને કલાકો સુધી વાહનો ફસાયેલા રહે છે. ટ્રાફિકમાં ફસાવાના કારણે લોકોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે અને ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે.સ્થાનિકો અને રોજિંદા મુસાફરો હવે મીડિયાના માધ્યમથી તંત્ર પાસે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે, વિકાસ કામના નામે ચાલતી આ ધીમી કામગીરીમાં ઝડપ લાવવામાં આવે. આ પુલનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તો જ ભવિષ્યમાં આ વિસ્તારના લોકોને ટ્રાફિકની આ જટિલ સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે તેમ છે.#Morbi #MorbiUpdate #TrafficJam #Mahendranagar #MorbiTraffic #BridgeConstruction #PublicIssue #GujaratNews #LocalNews