ઓવરબ્રીજમાં રોડના અણઘડ કામને લીધે ભારે ટ્રાફિકજામ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા મોરબી : મોરબીના શનાળા બાયપાસ ઉપર ભયંકર ટ્રાફિકજામ થયો છે. જેમાં ઓવરબ્રીજમાં રોડના અણઘડ કામને લીધે ભારે ટ્રાફિકજામ થતા વાહનોની મસમોટી કતારો લાગતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મોરબીના શનાળા બાયપાસ પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં વરસાદમાં રોડના અણઘડ કામને લીધે વાહનો ફસાતા ભારે ટ્રાફિકજામ થયો હતો. તંત્રની ઘોર બેદરકારીને કારણે વરસાદમાં કામ ચાલુ થતા લોકોને વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે. આથી ટ્રાફિકજામ થતા વાહનોની મસમોટી કતારો લાગી છે. શનાળા બાયપાસ ઉપર હાલ ભયંકર હદે ટ્રાફિકજામ થતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હાલ પોલીસે શનાળા બાયપાસ ઉપર દોડી જઈને ટ્રાફિક કિલયર કરાવવાની કામગીરી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..