તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે અકસ્માત રોકવા જાગૃત યુવાનોએ મોડી રાત્રે 2:30 વાગ્યે જાતે ચેતવણીના બોર્ડ મુક્યામોરબી અપડેટ: મોરબી બાયપાસ પર દલવાડી સર્કલ નજીક આવેલા સ્વામિનારાયણ મંદિર પાસેના મુખ્ય માર્ગ પર ઊંડા અને જોખમી ખાડાઓ પડી ગયા છે તેમજ વરસાદી પાણી ભરાઈ રહેતાં વાહન વ્યવહાર માટે ભારે અડચણ ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અંગે તંત્રને અનેક વખત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે. જેના કારણે દરરોજ વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે અને અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે.રાત્રિના અંધારામાં પાણી ભરેલા ખાડાઓ ન દેખાવાને કારણે કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે હેતુથી સ્થાનિક જાગૃત યુવાનો આગળ આવ્યા હતા. યુવાનોએ મોડી રાત્રે 2:30 વાગ્યે જોખમી ખાડાઓ પાસે ચેતવણી દર્શાવતા બોર્ડ ગોઠવ્યા હતા, જેથી દૂરથી આવતા વાહનચાલકો સાવચેત થઈ શકે. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તંત્ર તાત્કાલિક ધોરણે જાગીને આ બિસ્માર રસ્તાનું સમારકામ કરે અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #DalwadiCircle #MorbiBypass #RoadIssues #Potholes #TrafficUpdate #MorbiCity #GujaratNews