કાર ટ્રક પાછળ ઘુસી જતા સર્જાયો અકસ્માત ; પોલીસ ઘટના સ્થળે મોરબી : મોરબીના ટીંબડી પાટિયા પાસે આજે રાતના અરસામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબી નજીક ટીંબડીના પાટિયા પાસે આજે રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં જીજે 36 એફ 1059 નંબરની કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કાર સવાર પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે. કારમાં સવાર લોકોમાં એક વ્યક્તિ આનંદસિંહ સેખાવત રાજસ્થાના વતની અને ટ્રાસ્પોટરના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની વિગતો મળી છે. આ અકસ્માતની ઘટનાના વિડિઓ ન્યુઝ https://youtu.be/DZLkkdHeD50 અકસ્માત થતા જ બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ અંગે પોલીસ અને 108ને જાણ કરાતા પોલીસ વિભાગ અને એમ્બ્યુલન્સ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં કારમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. મૃતકના નામ 1) આનંદસિંગ પ્રભુરામ સેખાવત (ઉ.વ. 35) રહે. ગણેશનગર, ટીમબડીના પાટિયા પાસે, મુ. રાજેસ્થાન 2) તારાચંદ તેજપાલ બરાલા (ઉ.વ.25) (3) અશોક કાનારામ બિરડા (ઉ.વ. 24) (4)વિજેન્દ્રસિંગ (5) અન્ય એક વ્યક્તિ અકસ્માત અપડેટ : પાંચેય યુવકો ઘરે પરત ફરતા હતાને કાળ ભેટ્યો, એકના તો પાંચ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા - https://morbiupdate.com/2021/09/23/accident-update-five-young-men-were-returning-home-when-one-of-them-got-married-five-months-ago