મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ ઉક્તિને ખરાઅર્થમાં સાર્થક કરી સીઇઆઇઆર પોર્ટલનો ઉપયોગ કરી અલગ અલગ અસામીઓના એપલ સહિતના 6 કિંમતી મોબાઈલ શોધી કાઢી રૂ.1.45 લાખના મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.છાસીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલ અને ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા 'CEIR” પોર્ટલનો ઉપયોગ કરી રૂપિયા 1,45,000ની કિમતના મોબાઇલો શોધી કાઢી મૂળ માલિકોને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્રને મોરબી બી ડિવિઝન પોલીસે સાર્થક કરેલ છે.આ સફળ કામગીરી સીટી બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.છાસીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. મદારસિંહ મોરી, પો.હેડ.કોન્સ. બી.આર.ખટાણા, નરેન્દ્રભારથી મહેંદ્રભારથી, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન ગઢવી વગેરેએ કરી હતી.