મોરબી : કોરોના વાયરસની મહામારી અંતર્ગત પ્રજાજનોના હિત માટે મોરબી શહેરમાં ખડેપગે સતત તડકામાં રહી અને ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને તડકાથી રક્ષણ મળે તે માટે મોરબી વિવો ટીમ અને વિવોના ડિસ્ટ્રિબ્યુટર બંસી મોબાઈલ દ્વારા વિવોના ટેન્ટ (મંડપ) ઉભા કરવામાં આવ્યા છે. આમ, વિવોની ટીમએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.