મોરબી: મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા શહેરના શનાળા રોડ (કન્યા છાત્રાલય રોડ)થી બાયપાસ સુધીના માર્ગનું નવનિર્માણ કરવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. એજન્સીની નિમણૂક થતાની સાથે જ ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે.જેમાં ૪૫૦ અને ૬૦૦ એમ.એમ. DIAની સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈન નાખવાનું કામ તેમજ અંદાજિત ૪X3X3 મીટરના બોક્ષ કલ્વર્ટ બનાવવાનું તેમજ M-૩૦૦ ગ્રેડનો સિમેન્ટ કોન્ક્રીટ (C.C.) રોડ અંદાજિત ૧૦ મીટર પહોળો બનાવવાના કામનો આ ટેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવનિર્માણથી સદર રોડ પર આવેલી સોસાયટીના રહેવાસીઓ તેમજ સમગ્ર શહેરીજનોને નવીન અને આધુનિક સુવિધા પ્રાપ્ત થશે તેવું મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.