મોરબી: મોરબી મહાપાલિકાની સિવિલ અને સિટી બ્યુટિફિકેશન શાખા દ્વારા શહેરમાં સબ જેલ સામેથી રબારી વાસ થઈને મતવા ચોક સુધીના રોડ પર કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ વોટર ડ્રેઇન લાઈન 600 એમ.એમ. DIA નાખવાનું, અંદાજિત 10 મીટર પહોળો સી.સી. રોડ બનાવવાનું અને અંદાજિત 12 મીટર પહોળો બોક્ષ કલ્વર્ટ બનાવવાનું કામ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અને ટૂંક સમયમાં એજન્સીની નિમણૂક થયા બાદ કામ શરૂ કરવામાં આવશે. પાલિકાના જણાવ્યા અનુસાર, આ નવીન સુવિધાથી સદર રોડ પર આવેલી સોસાયટીના રહેવાસીઓ અને શહેરના અન્ય નાગરિકોને મોટો લાભ મળશે.