મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લીલાપર રોડના સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન માટેના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા લાઈવ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી મોરબીવાસીઓને એક નવું અને આધુનિક સ્થળ મળશે, જે શહેરની સુંદરતામાં પણ વધારો કરશે.આશરે ૪.૭૫ કિલોમીટર લંબાઈ અને ૧૨ મીટર પહોળાઈ ધરાવતા આ મુખ્ય માર્ગને આધુનિક અને સુવ્યવસ્થિત શહેરી કોરિડોર તરીકે વિકસાવવામાં આવનાર છે. આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે રૂ. ૧૩.૩૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. મોરબી મહાનગરપાલિકાની સિવિલ શાખા દ્વારા આ તમામ વ્યવસ્થાઓ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નાગરિકોને મળશે આ આધુનિક સુવિધાઓ:● માર્ગની બંને બાજુ સુવિધાસભર ફૂટપાથ અને મજબૂત તેમજ આકર્ષક પેવર બ્લોક ફ્લોરિંગ કરવામાં આવશે.● પ્રીકાસ્ટ કર્બ સ્ટોન વ્યવસ્થા અને માર્ગ કિનારે વૃક્ષારોપણ કરવામાં આવશે.● માર્ગ પર આધુનિક ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ્સ અને નાગરિકો માટે સિટીંગ એરિયાની સુવિધા ઉભી કરાશે.● સ્વચ્છતા જાળવવા પૂરતી સંખ્યામાં ડસ્ટબિન મુકવામાં આવશે.● વાહનચાલકો અને રાહદારીઓની સુવિધા માટે સુવ્યવસ્થિત દિશાસૂચક સાઇનેજ અને માર્ગ સલામતી માટે સ્પષ્ટ ઝેબ્રા ક્રોસિંગ બનાવવામાં આવશે.મોરબી મહાનગરપાલિકાના સીટી ઈજનેર દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ બ્યુટીફીકેશન પ્રોજેક્ટના મુખ્ય લાભોમાં પેડેસ્ટ્રીયન માટે સલામત માર્ગ, સ્ટ્રીટ લાઈટથી સુવિધાસભર સલામત માર્ગ અને પર્યાવરણમૈત્રી વિકાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માર્ગના કિનારે સુવ્યવસ્થિત અને આકર્ષક પોકેટ ગાર્ડન તેમજ સીટીંગ એરિયા પણ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ નાગરિકો તથા મુલાકાતીઓને સુરક્ષિત, સ્વચ્છ અને આધુનિક અનુભવ પૂરો પાડશે અને મોરબી શહેરની ઓળખને નવી દિશા આપશે.#Morbi #MorbiUpdate #LilaparRoad #Beautification #MorbiMunicipalCorporation #Development #SmartCity