મોરબી : મોરબી શહેર જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ હજુ પણ યથાવત રહેતા પોલીસે સાતમ - આઠમના તહેવારમાં વિરામ લીધા બાદ ફરી દરોડાનો દૌર શરૂ કર્યો છે.જેમાં મોરબીના જાંબુડીયા ગામે તથા વાંકાનેરના તીથવા ગામના કુબા વિસ્તારમાં પોલીસે અલગ-અલગ બે દરોડા પાડી તીનપત્તીનો જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી લઇ કુલ રૂ.૩૨,૭૦૦ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રથમ દરોડામાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી હનુમાનજી મંદિર પાસે બાવળ નીચે જુગાર રમતા આરોપી કાનાભાઈ જુસબભાઈ ભરવાડિયા, નવઘણભાઈ હિરાભાઈ સિતાપરા, રૂત્વિકભાઈ રમેશભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદિયા અને આરોપી વિપુલભાઈ દિનેશભાઈ સોલંકી રહે. તમામ રહે.જાંબુડીયા વાળાને રોકડા રૂ.૧૪,૪૦૦ની રોકડ સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે તીથવા ગામે કુબા વિસ્તારમાં દરોડો પાડી શંકર ભગવાનના મંદિર પાસે વડ નીચે જુગાર રમતા આરોપી મુનાભાઈ ખેરાભાઈ દંતેશરીયા, પરસોત્તમભાઈ સામતભાઈ વિરસોડિયા, શંભુભાઈ રામજીભાઈ વિરસોડિયા, રોહિતભાઈ દીપકભાઈ વજેવાડિયા અને આરોપી વિજયભાઈ કેશુભાઈ વિરસોડિયા રહે. તમામ તીથવા ગામ કુબા વિસ્તાર વાળાઓને રોકડા રૂ.૧૮,૩૦૦ સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.