એલ. કે. સંઘવી શાળાના શિક્ષકોનો અભિનવ પ્રયોગ વાંકાનેર : કોરોના મહામારીમાં બે કે ત્રણ બાળકો હોય તેવા વાલીગણને બાળકોને અલગ-અલગ મોબાઈલ આપી શિક્ષણ આપવું પરવડે તેમ ન હોય વાંકાનેરની શાળા દ્વારા મંદિર એ જ શાળા પ્રોજેકટ અંતર્ગત સરકારની ગાઈડલાઈન મુજબ બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ ન લઇ શકતા બાળકો માટે એક નવી પહેલ કરવામાં આવી છે. કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. દરેક વાલી માટે સંતાનને ઓનલાઇન શિક્ષણ આપવું પરવડે તેવું નથી અને શક્ય પણ બનતું નથી. બેથી ત્રણ બાળકો હોય તો દરેકને મોબાઈલ ફોન આપી શકાય તેવી સ્થિતિ નથી. તે માટે શાળાના આચાર્ય દર્શનાબેન જાની, ટ્રસ્ટના ટ્રસ્ટી અમરશીભાઈ મઢવી અને વિનુભાઈ રુપારેલીયા દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ અંગેની ચિંતા અને તેમનું ગુણવત્તાનું સ્તર ખૂબ નીચું રહે છે, તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી. આ પડકારને શાળાના શિક્ષકો તેમજ આચાર્ય દર્શનાબેન જાનીએ ઉપાડી લીઘી છે. આ માટે શાળા દ્વારા દરેક આચાર્યના સહયોગથી નવી પહેલ કરવામાં આવી છે. જેમાં દર શનિવારે અલગ-અલગ વિષયના આચાર્ય બહેનો ગાયત્રી મંદિર ખાતે જઈ અને વિદ્યાર્થીઓને બે કલાક શિક્ષણ આપે છે. આ પ્રત્યક્ષ શિક્ષણ પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના વાલી ત્યાં આવી બાળકોને મૂકી જાય છે. અને સરકારની તમામ એસ.ઓ.પી.નું પાલન કરે છે. તેમના બાળકને શિક્ષણ કોઈપણ પ્રકારે મળે તેવું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું છે. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમજ મોબાઈલ અનુકૂળતા ન હોય છતાંય તેઓ દરેક પ્રકારે શાળાના આયોજનમાં મદદ કરવા તૈયાર છે. 'મંદિર એ જ શાળા' આ પ્રોજેક્ટ અંતર્ગત તમામ વિદ્યાર્થીઓને શાળાના બે શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું છે. આચાર્ય દ્વારા તેમને નિદાન કસોટી ધોરણ 9, 10 અને 12 ના પેપર આપવામાં આવ્યા છે. જેમાં તેનાં આગળના ધોરણનું મૂલ્યાંકન થશે. આ શનિવારે વિદ્યાર્થિનીઓએ બે કલાક સુધી માતાજીના સાનિધ્યમાં અને પ્રાકૃતિક માહોલમાં શિક્ષણ મેળવી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે છે, તે માટે શાળાના પ્રમુખ લલીતભાઈ મહેતા પણ સતત પ્રયત્નશીલ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..