મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં ઠંડીમાં થોડી રાહત જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડિયાના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં 22 જાન્યુઆરીથી પાંચ દિવસ 12 થી 14 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.આવતીકાલે 22 જાન્યુઆરીએ 14 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે 23 અને 24 જાન્યુઆરીએ 12 ડિગ્રી અને તારીખ 25 અને 26 જાન્યુઆરીએ 13 ડિગ્રી તાપમાન રહેશે. પાંચ દિવસ સુધી સુકું, ઠંડુ અને ચોખ્ખું હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.