મોરબીના મહેન્દ્રનગર નજીક મારામારીની ઘટનામાં અજાણ્યા રીક્ષાચાલક સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક ગઈકાલે ગંજીપતા રમી રહેલા લોકો પાસે આવી મારે પૈસાથી ગંજીપતે રમવું છે તેમ કહી અજાણ્યા રીક્ષાચાલકે યુવાનને છરી ઝીંકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ગોધરા હાલ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમા ચાલતી બાંધકામની સાઇટ પર રહેતા નરવતભાઇ રામસિંગભાઇ નાયક (ઉં.વ.- ૨૦) એ અજાણ્યો રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨ના રોજ રાત્રીના આશરે સવા નવેક વાગ્યાના સમયે મહેન્દ્રનગર નવી સમર્પણ હોસ્પીટલ પાછળ પ્રભુકૃપા ટાઉનશીપ અંદર આરોપીએ ફરીયાદી તથા સાહેદો ગંજીપતાથી મીડી કોટ રમત રમતા હોય ત્યા આવી પોતાને પૈસાથી મારે રમવુ છે તેમ કહેતા ફરીયાદીએ અમે ખાલી ખાલી રમીએ છીએ તેમ કહેતા પોતાની રીક્ષામાથી છરી કાઢી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી છરીથી ફરીયાદીને જમણા હાથના અંગુઠા પાસે ફેકચર કરી ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..