મોરબી : મોરબીમાં રહેતા સતવારા નવગામ જ્ઞાતિ - મોરબી સંચાલિત શિક્ષણ પૂરસ્કાર સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનું ધો. 9 થી કોલેજમાં તેમજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા અને વર્ષ 2025માં પરીક્ષા પાસ થયેલ 55 ભાઈઓ બહેનોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત જ્ઞાતિના પ્રમુખ લખમણભાઈ કંઝારીયા દ્વારા દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેમાનોનું શબ્દોથી સ્વાગત મહાદેવભાઈ ડાભીએ કર્યું હતું. આ તકે ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરેલ ડો.ડાભી કીર્તિબેન (PHD), સોનગ્રા કલ્પેશ (CA), ડાભી જયદીપ (CA) તથા પરમાર ખુશાલ (BAMS) વિશિષ્ટ સન્માન અને શિષ્યવૃત્તિ માટે 5000ના દાતા પારસભાઈ જાદવ, જનરલ નોલેજ પુસ્તકના દાતા લાલજીભાઈ ડાભીનું પ્રમુખના હસ્તે આપીને વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ સમિતિના સભ્ય મહાદેવભાઈ ડાભી, ધીરુભાઈ પરમાર, દેવજીભાઈ ચાવડા, વિજયભાઈ ડાભી, પ્રકાશભાઈ સોનગ્રા, તરુણભાઈ પરમાર, કેતનભાઈ પરમાર, જયેન્દ્રભાઈ કંઝારીયા, હરિભાઈ કંઝારીયા, યોગેશભાઈ ડાભી વગેરેએ જહેમત ઉઠાવી હતી.