મોરબી : મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 10 ઓગસ્ટના રોજ હોટેલ શેરે-એ-પંજાબ ખાતે રાજસ્થાનના પરંપરાગત તહેવાર તીજ ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉત્સવ અને એકતાનો ભાવ પુરેપુરો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં 80 કરતાં વધુ ઉત્સાહી સભ્યો ઉમટ્યા હતા.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સીમાબેન જાડેજા અને સોનલબેન શાહ જોડાયા હતા. આ સાંજ મજા, મસ્તી અને રંગબેરંગી પ્રવૃત્તિઓથી ભરપુર બની હતી. હાજર લોકોએ મનમોહક નૃત્ય પ્રદર્શન, રમૂજભરી રમતો, ફૅશન શો (ટ્રેડિશનલ આઉટફિટ) અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો.