અલ મસ્તાન ખુંટીયાની પડખે ચડવાની કોઈએ હિંમત ન દાખવી મોરબીના ભડીયાદ વિસ્તારની ઘટના મોરબી : મોરબીમાં રસ્તે રઝળતા આંખલાઓનો ભયંકર ત્રાસ છે ત્યારે શહેરની ભાગોળે આવેલ ભડીયાદ વિસ્તારમાં આખા શહેરને ધ્રુજાવતો આંખલો ભેખડે ભરાઈ ગયો હતો. અલમસ્તાન આંખલાએ મોજમાં આવી સાયકલમાં માથું મારતા આ સાયકલ ખુંટીયાના ગળામાં ફસાઈ ગઈ હતી. જો કે, કેટલાક જીવદયા પ્રેમીઓએ આખલાને સાયકલમાંથી મુક્ત કરવા મન બનાવ્યું હતું પરંતુ તાકતવર આંખલા પાસે જવું કેમની મૂંઝવણમાં આખલો સાયકલ સાથે આખા વિસ્તારમાં ફરતો રહ્યો હતો. મોરબીના ભડીયાદ વિસ્તારમાં આવેલ રામદેવનગરમાં આજે તાકાતવર મદમસ્ત આંખલો પોતાની મસ્તીમાં એક સાયકલને નિશાન બનાવી હતી. જો કે બાદમાં આ સાયકલ આખલાના ગળાનો હાર બની ગઈ હતી અને કલાકો સુધી ગળામાં સાયકલ સાથે ખુંટીયાએ આખા ભડીયાદ વિસ્તારમાં રખડપટ કરી હતી. જો કે, ખુંટીયાને સાયકલમાંથી મુક્તિ માટે કેટલાક લોકોએ મન બનાવ્યું હતું પરંતુ ખુંટીયો ભારે ઝનૂની અને તાકતવર હોય કોઈએ હિંમત કરી ન હતી. પરિણામએ ગળામાં સાયકલથી ત્રાસી ગયેલ આંખલાએ સાયકલનો રીતસર બુકડો બોલાવી દીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..