વાવાઝોડાની સંભવત અસરને પગલે તંત્ર સજ્જ : મંત્રી કનુભાઈ દેસાઈ પણ મોરબી પહોંચવાની તૈયારીમાં મોરબી : વાવાઝોડું બીપરજોય આક્રમક બનીને આગળ ધપી રહ્યું છે. જેની સંભવત અસરને ધ્યાને લઈને મોરબીમાં NDRF અને SDRFની ટિમ ફાળવવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં નેવીના બે હેલિકોપ્ટ પણ સજ્જ રાખવામાં આવ્યા છે. વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે, જેના કારણે ગુજરાતના દરિયા કિનારે તેમજ મોરબી સહિતના જિલ્લાઓમાં આગામી 14 અને 15 તારીખે ભારેથી વરસાદ પડી શકે છે. આ સાથે ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને લઈને સરકારે મોરબી જિલ્લા માટે એક NDRF અને એક SDRFની ટિમ ફાળવી છે. આ ઉપરાંત રાજકોટમાં નેવીના બે હેલિકોપ્ટ સજ્જ કરવામાં આવ્યા છે. જે સૌરાષ્ટ્ર કચ્છમાં જરૂર પડે ત્યાં બચાવ કાર્ય હાથ ધરી શકે. વધુમાં મુખ્યમંત્રી દ્વારા મોરબી જિલ્લાની જવાબદારી મંત્રી કનુભાઈ દેસાઈને સોંપવામાં આવી છે. તેઓ પણ મોરબી પહોચવાની તૈયારીમાં છે.