મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાંથી એલસીબી ટીમે જીનના વરંડામાં છુપાવેલો 167 નંગ બિયરનો જથ્થો કિંમત રૂપિયા 16,700 ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન અહીં બિયરનો જથ્થો છુપાવનાર જાવેદ રફીકભાઇ મેમણ નામનો શખ્સ હાજર નહીં મળી આવતા એલસીબી ટીમે જાવેદને ફરાર દર્શાવી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.