મોરબી : મોરબીની ટીમ ગ્રીન આર્મી દ્વારા આજરોજ પર્યાવરણ દિવસ નિમિત્તે પાનેલી પ્રાથમીક શાળા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું आओ एक नया निर्माण करे पेड़ो से धरती का श्रृंगार करे। ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતી મોરબી જીલ્લાની પ્રકૃતિપ્રેમી સંસ્થા ટીમ ગ્રીન આર્મી દ્વારા देश हमे देता है सब कुछ हम भी तो कुछ देना सीखे પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરવાના પ્રયત્નના ભાગરૂપે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પ્રકૃતિ માતાના ખોળામાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે મોરબી તાલુકાના પાનેલી ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેંજ મોરબી એસ.બી.ભરવાડ, પાનેલી ગામના સરપંચ હડિયલ ગૌતમભાઈ કરમશીભાઈ, ઉપસરપંચ પરસાડીયા રાજુભાઇ માધાભાઈ, S.M.C અધ્યક્ષ નકુમ રિમ્પલબેન અનિલભાઈ, ગામના શિક્ષક તેમજ સામાજિક આગેવાન ભગવાનજીભાઈ ખાણધાર, શાળાના શિક્ષક ગૌતમભાઈ તેમજ ટીમ ગ્રીન આર્મી મોરબી માંથી કિરીટભાઈ પરેચા, હિતેષ પાંચોટીયા, રમીઝ હિંગોરજા, મેહુલ દેથરીયા, વિપુલભાઈ કડીવાર, સાગરભાઈ કડીવાર, સૈલાબ સુમરા, જેસંગભાઇ વગેરે હાજર રહયા હતા.