મારે મરી જ જવું છે રટણ કરનાર મોરબીના પરિણીત મહિલાને કાઉન્સિલિંગ કરી જીવ બચાવાયો મોરબી : મોરબીમાં પતિની નશાની આદતથી કંટાળી ઘરે પતિ સાથે ઝગડો થયા બાદ મારે મરી જ જવું છે નું સતત રટણ કરી આત્મહત્યા કરી લેવાનું વિચારતા પરિણીત મહિલાનું ટીમ અભયમ 181 દ્વારા કુશળ કાઉન્સિલિંગ કરી સલામત ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. મોરબી 181 અભયમ ટીમને કોલ દ્વારા માહિતી મળી હતી કે એક મહિલા ઘરેથી નીકળી ગયા છે તેઓ ખૂબ જ ચિંતામાં છે અને ખૂબ જ રડે છે તેમજ પીડિતા બહેન વારંવાર એક જ શબ્દ બોલતા હતા કે મારે મરી જવું છે. જેથી 181 અભયમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે અજાણ્યા બહેનની મદદ માટે પહોંચ્યા હતા અને ટીમે પીડિતાને સમજાવવા કાઉન્સિલીંગ કરતા પીડિતા બહેને જણાવ્યું હતું કે, પંદર વર્ષ પહેલાં તેમના લગ્ન થયા છે. મહિલા તેમના પતિ અને બે બાળકો અને તેમના સાસુ સહિતના પરિવાર સાથે રહે છે. વધુમાં પરિણીતા બેહને જણાવ્યું હતું કે, પતિને કેફી દ્રવ્યનું સેવન કરવાની આદત હોય અને બહેન સાથે મારઝુડ કરતા હોય તેમજ નાની-નાની વાતે ઘરમાં રોજ બહેનને માનસિક ત્રાસ આપતા હોય તેમજ અપશબ્દો બોલતા હોય તેથી પીડિતા બહેન કંટાળીને ઘર છોડીને કોઈને પણ જાણ કર્યા વિના ઘરની બહાર નીકળી ગયા હતા. બહેનની આપવીતી સાંભળ્યા બાદ અભયમ ટીમે આશ્વાસન આપી આ બહેનને આપઘાત કરવાના વિચારમાંથી મુક્ત કર્યા હતા સાથે જ પીડિતાએ ઘરે જવની તૈયારી દર્શાવતા પીડિતા પાસેથી તેમના પતિનો ફોન નંબર મેળવી તેમના પતિ સાથે મોબાઈલ દ્વારા વાતચીત કરી તેમના ઘરનું સરનામું જાણી અભયમ ટીમે પિડીતાની સાથે તેમના પતિને મળી ઘટનાની તમામ માહિતી આપી હતી. ત્યારબાદ પિડિતાના પતિએ જણાવ્યું કે તેમને ખબર જ ન હતી કે બહેન ક્યાં છે તેમના પતિએ ક્યાંય પણ જાણ કરી નહોતી વધુમાં પતિએ જણાવ્યું હતું કે બહેન નાની-નાની વાતે અપશબ્દો બોલે છે તેથી ઘરમાં ઝઘડાઓ થાય છે ત્યારબાદ અભયમની ટીમે પતિનું કાઉન્સિલીગ કરતા જણાવ્યું હતું કે મારઝુડ કરવી તે ગુનો છે સહિતની કાયદાકીય માહિતી આપી હતી.આમ અભયમ ટીમ દ્વારા તેના પતિને સલાહ સુચન અને માર્ગદર્શન આપી તેમના વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું અને પિડિતા મહિલાને સલામત તેમના પતિને સોંપવા બદલ 181ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.